શુભચિંતક. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.’ ‘બાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને, એને મારી નાંખીને નજીકની ઝાડીમાં ફેંકી દેનાર યુવકને, લોકોના ટોળાએ ઘેરી લીધો અને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો.’ સવારના ચા પીતી વખતે છાપું વાંચતી નીતાનું ધ્યાન આ સમાચાર પર પડ્યું. ‘હે ભગવાન, હવે આ દેશમાં નાની નાની બાળકીઓ પણ સલામત નથી રહી, આવા નરાધમોનો તો આવો જ અંજામ હોવો જોઈએ. લોકોના હાથે નહીં મરે તો એને કોર્ટમાં જજે ફાંસી આપી દેવી જોઈએ.’ આક્રોશમાં આવીને નીતાથી બોલાઈ ગયું. ‘તારે કોઈ પણ જાતના નેગેટીવ ન્યુઝ ડીટેલમાં વાંચવા નહીં, તારા મન પર એની અસર બહુ જલ્દી થઇ જાય છે.’ એના પતિ અમરે