શિયાળામાં દિવસ નાના અને રાત મોટી થાય. ખેડૂતને કામ નો સમય ઓછો રહે. ભગાબા ખેતરમાં રાયડામાં પાણી વાળવાની તૈયારીમાં હતા. એમની એકની એક દીકરી ના અઢાર વર્ષ થવા આવ્યા હતાં. એમણે ખેતરમાં જતા જતા દીકરીને સાદ કર્યો... બેટા, અંજલિ સાંભળે છે કે... હા બાપુજી.. બોલો કઈ કામ હતું કે. હા , એમ કહેતો હતો કે તારે ભણવાનું કેટલું બાકી છે. કેમ, બાપુજી આ તો એમ જ યાદ આવ્યું કે દીકરી અઢાર વર્ષની થવા આવી તો કંઈક બાપ ની ચિંતા ય હોયને.. દીકરી શરમાઈને પોતાની ખેતરની ઝૂપડીમાં જતી રહે છે. ભગાબા પોતાની દીકરી ને સારું સાસરિયું મળે તે માટે ચિંતામાં હોય