રોમા ફિલ્મનો રીવ્યુ.

(25)
  • 2.8k
  • 1
  • 993

આપ જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે આ વર્ષના ઓસ્કર અપાઈ ગયા હશે. ઓસ્કરમાં નોમિનેટ થયેલી ફિલ્મોથી ભારતીય દર્શકો લગભગ અજાણ હોય છે. મોટાભાગની ઓસ્કરમાં નોમિનેટ થયેલી ફિલ્મો ભારતમાં રિલીઝ પણ થતી નથી. ‘ઓસ્કર ફીવર’ શ્રેણી અંતર્ગત આવી ફિલ્મોનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરીશ.જીવન દુઃખ અને વિડંબનાઓથી ભરેલું છે. વ્યક્તિની ઈચ્છા હોય કે ન હોય જીવન આગળ વધતું રહે છે. જીવને આપેલી થપાટો સહન કરીને આગળ વધતા રહેવું એ જ માત્ર વ્યક્તિની નિયતિ છે. જિંદગીમાં લાગતા અઘાતો ગમે તેટલા ઘાતક હોય, સહન કરવા જ પડે. સમય ગમે તેટલા મોટા ઘાને ભરવા સક્ષમ છે. અલ્ફાંસો કુરોનની ગણતરી વિશ્વના સૌથી પ્રતિભાવાન નિર્દેશકોમાં