રિતેશભાઈની રાધા

(32)
  • 3.4k
  • 514

‘હા તો શરત નાખો, હું કહું છું કે વાંસળી વાગે. આ ચૌદ વરસમાં એક દિવસ પણ એ બંધ નથી રહી.’ માતાજીની દયાથી રિતેશભાઈનું નક્કી થયું. પણ, એના માટે કરેલી માનતાઓ લગભગ એક વરસ ચાલશે બાપાએ બગદાણા હાલીને જવાની તો બાએ રાજપરા દર પૂનમે અગિયાર નાળીયેર ચડાવવાની ટેક લીધી છે. રિતેશભાઈ, મારાં અને એમના મોટાભાઈના લગ્નમાં અઢાર વરસના હતાં. અમારાં લગ્નને ચૌદ વરસ થયા. અમારા કુટુંબની માલીપા મારે પંદર-વીશ દિયર હશે. પણ, રીતેશભાઈની તોલે કોઈ નો આવે! દેખાવે કૃષ્ણની સાથે બદલાય જાય એવાં અને ગુણમાં રામ સાથે. રિતેશભાઈને એક જ શોખ – વાંસળી વગાડવાનો. એમાય રાત્રે જ્યારે એમની વાંસળી વાગે