સપના અળવીતરાં ૮

(45)
  • 3.1k
  • 3
  • 1.4k

રાગિણી પોતાના જ બેડમાં હાંફતી બેઠી હતી. હજુ અંધારાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. સૂર્ય ના કિરણો પૃથ્વી સુધી પહોંચ્યા નહોતા. ઓશિકા પાસે રાખેલા મોબાઇલ મા બેકલાઇટ ચાલુ કરી જોયુ તો સવારના પાંચ વાગ્યા હતા. સાઇડ યુનિટ પર રાખેલ બોટલમાંથી પાણી પીધું અને એ સપના વિશે વિચારવા માંડી.ફરી એક અજીબોગરીબ સપનુ! કોણ હશે એ છોકરી? આખો ચહેરો પણ ન દેખાયો! બસ, આંસુ અને પરસેવા મા તરબોળ... અને એ શા માટે ભાગતી હશે? કોનાથી? કશું સમજાતું નહોતું. રાગિણી એ ફરી સૂવાની કોશિશ કરી, કદાચ આગળ પાછળ નુ કોઈ અનુસંધાન મળી જાય.... પણ વ્યર્થ... ઊંઘ હવે વેરણ બની હતી.તેણે આંખો બંધ કરીને પોતાના ઇષ્ટ