વિષાદ યોગ- પ્રકરણ-14

(197)
  • 6.5k
  • 6
  • 4.5k

એક ટાટા સફારી કાર રાજકોટથી ભાવનગર તરફના હાઇવે તરફ દોડી રહી હતી. તે કાર નિશીથ ચલાવી રહ્યો હતો અને તેની બાજુમાં કશિશ બેઠી હતી પાછળની સીટ પર સમીર બેઠો હતો. બધાજ પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. નિશીથ પણ વિચારોમાં ખોવાયેલો હતો. જુનાગઢથી આવ્યાબાદ કેટલી ઝડપથી બધી ઘટનાઓ બની હતી. જુનાગઢથી આવ્યા બાદ નિશીથે જ્યારે ઘરમાં વાત કરી કે મારે મારો ભુતકાળને શોધવા જવુ છે. ત્યારે સુનંદાબેને એકદમજ ગુસ્સે થઇ કહ્યું હતું “શું ગાંડા જેવી વાત કરે છે? આ બધુ હંબંગ છે? 21મી સદીના હાઇટેક યુગમાં તું આવી વાત માને છે? મને તો આ કોઇ વાત પર વિશ્વાસ નથી.” નિશીથ સુનંદાબેનનું ફસ્ટ્રેશન