નથણી ખોવાણી - પ્રકરણ -૧૬

(87)
  • 3.8k
  • 5
  • 1.7k

અમોલે ફિક્કી સ્મિત આપી અને બહાર લિવિંગ રુમ માં જઈ ને  એના પિતાજી સાથે વાતો કરવા લાગ્યો. આકાંક્ષા એ તન્વી ને બધું વ્યવસ્થિત બૅગ માં પૅક કરી ને આપ્યું અને પૂછ્યું , " ક્યારે છે પાર્ટી ? " " કાલે ! તમે બન્ને પણ આવજો  ? " તન્વી એ કહ્યું. " ના ! મારા માટે તો શક્ય નથી !  કહી આકાંક્ષા રસોડા તરફ ગઈ અને  ઉમેર્યું , "  જમી ને જજે આજે શૂટિંગ ના હોય તો ! " " ચોક્કસ! બહુ દિવસે ઘર નું ખાવા નું મળશે. " તન્વી એ ખુશ થઈ ને કહ્યું. કૃતિ પણ રસોડા માં  આવી અને ત્રણેય રસોડા માં મળી