આબરૂ

(43)
  • 2.1k
  • 2
  • 833

બાપુ ઉચા પડથાર ની બેઠકમાં સવા મણ દેશી રૂ ની ગાદી પર પીઠ પાછળ મોટા તકિયાનો ટેકો દઈને લાંબી નાળનો હોકો ગગડાવે છે. સુરજ નારાયણ ઊગીને અછોડા વા ચડી ગયા છે. પસાયતો દૂર પડેલા હોકામાં દેવતા સંકોરી રહ્યો છે. જેમ-જેમ બપોર ચડતા જાશે તેમ તેમ બાપુની પણ બેઠક ભરાતી જાશે. મહેમાન વગરનો એક દા'ડો ખાલી ના હોય. બાપુને કોઈ મોટું રજવાડું તો નહોતું પણ આ નાનકડા ગામના ગામ ધણી હતા. ગામનો નાનામાં નાનો માણસ પણ તેની સાથે વાત કરી શકે તેવા સરળ સ્વભાવના હતા. બાપુની કુનેહ બુદ્ધિ તો એવી હતી