અધૂરપ.

(21)
  • 3.7k
  • 2
  • 1.4k

સાંજની ગુલાબી ઠંડી ધીરે ધીરે રાત જામતા કાતિલ ઠંડીમાં ફેરવાઈ રહી હતી પણ અમન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની પાર્ટીમાં ઝુમતા એક્ઝિક્યુટિવ્સ પર એની અસર નહોતી. અહીં દરેક જણ એકબીજાના શ્વાસોશ્વાસની ગરમીમાં શરાબને શબાબની ગરમીમાં ગરમ હતા. થોડા ઘણા એક્ઝિક્યુટિવ્સ વાતોમાં વ્યસ્ત હતા, તો કેટલીક છોકરીઓ પોતાના સુંદર અંગોનું પ્રદર્શન કરતી ખૂણામાં ઉભેલા મોહક સ્મિત અને નશીલી આંખો વાળા એ Handsomeને આકર્ષવામાં વ્યસ્ત હતી. પણ એ છોકરીઓની તેના પર કોઈ અસર પડતી ન હતી કારણ કે તે અગ્નેય હતો એને તો તન-મનમાં આગ લગાવે , યૌવનને વધાર