પ્રતિક્ષા - ૨૩

(119)
  • 4.3k
  • 5
  • 1.6k

અમદાવાદના IT હબ કહેવાતા સૌથી પોશ એરિયા પ્રહલાદ નગર ક્રોસ રોડની બિલકુલ સામે જ ‘અધિષ્ઠાન રેસીડન્સી’માં રેવાનો ફ્લેટ હતો. ફક્ત પાંચ માળનું આ બિલ્ડીંગ દુરથી જ બહુ સુંદર લાગતું હતું. ઉર્વિલ પોતે પણ બહુ સારું કમાતો હતો પણ આ એરિયામાં આવો ફ્લેટ લેવા માટે તેને પણ બહુ લાંબા પ્લાનિંગ કરવા પડે એમ હતા અને રેવાએ અમદાવાદમાં ફ્લેટ એમજ લઇ લીધો?? શું કામ?? ઉર્વિલને ફ્લેટ સામે જોઇને સતત એકજ વિચાર આવી રહ્યો હતો.કેબમાંથી ઉતરીને તે છોલાયેલા પગે બિલ્ડીંગમાં દાખલ થયો. ત્યાં અંદર એન્ટર થતા જ તેના હાલ જોઈ વોચમેને તેને રોક્યો“ક્યાં જવાનું છે?” તે ઉર્વિલને પૂછી રહ્યો“રેવા દીક્ષિત, પાંચમાં માળે” ઉર્વિલ