પાલકનાથ

(24)
  • 1.3k
  • 3
  • 403

પાલકનાથ કાળો ડિબાંગ અંધકાર. હમણાં જ બારે મેઘ ખાંગા થયા હોય તેવો વરસાદ બંધ થયેલો. દૂર તમરાં બોલતાં હતાં. ક્યાંક ઘુવડનો અવાજ આવતો હતો. શિયાળોની લાળી પણ સંભળાતી હતી. ગામની સીમમાં સુમસામ રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર દૂર કુતરાઓ ભસી રહ્યા હતા. અને એક આકૃતિ લાશ તરફના રસ્તા પર ચાલી રહી હતો. ત્યાં લાશ કેમ હતી કોની હતી? કોઈને ખબર પડે તેમ ન હતું. વ્યક્તિ ધીમા પગલે આસપાસ જોતી આગળ વધતી હતી. એના ખભે એક ઝોળી હતી અને હાથમાં લાકડી કે ચિપીયો કે એવું કશું હતું. એ ચાલી જતી આકૃતિ કોઈ સન્યાસી પુરુષ જેવી લાગતી