હવસ :-IT CAUSE DEATH ભાગ-26

(549)
  • 7.7k
  • 28
  • 5.3k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 26 પ્રભાત પંચાલનાં મોત નું રહસ્ય હજુપણ અકબંધ હોય છે..અર્જુન બુખારીને અનિકેત ઠક્કરનાં જીવન સાથે જોડાયેલી નાનામાં નાની માહિતી મેળવવાનું કહે છે.આ સિવાય બિયર ની બોટલનું ઢાંકણું ને ફોરેન્સિક લેબમાં નાયક જોડે મોકલાવ્યાં બાદ અર્જુનને મનોમન એવો અંદાજો હોય છે કે પોતે અનિકેત ઠક્કરને પ્રભાતની હત્યામાં કસુરવાર ઠેરવી અનિકેતની ધરપકડ માટે જરૂરી પ્રુફ એકઠાં કરી શકશે. બીજાં દિવસે અર્જુન પોલીસ સ્ટેશન જવાનાં બદલે સીધો ફોરેન્સિક લેબ જઈ પહોંચે છે..અર્જુનને ત્યાં અચાનક આવી પહોંચેલો જોઈ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં હેડ યાસીર શેખ આશ્ચર્ય પામે છે. એસીપી અર્જુન કંઈપણ કહ્યાં વીનાં સીધાં અમારાં ડિપાર્ટમેન્ટ ની મુલાકાતે.. અર્જુનને