ચાલો 24 કલાક માટે સ્ત્રી સન્માનનો ખેલ કરીએ

  • 2.8k
  • 2
  • 811

ચાલો 24 કલાક માટે સ્ત્રી સન્માનનો ખેલ કરીએ સ્ત્રી જ્યારે આ પોતાની ક્ષમતાનો આત્મસાક્ષાત્કાર કરી લેશેને ત્યારથી તેને આ દુનિયા ખૂબ જ નાની અને ક્ષુલ્લક લાગશે. સોશિયલ રિસ્પેક્ટ માટે જ્યાંત્યાં દોડાદોડ કરતી સ્ત્રીએ માત્ર સેલ્ફ રિસ્પેક્ટને પ્રાધાન્ય આપવાનું છે. દરેક સ્ત્રી પોતાની અંદર રહેલી સ્ત્રીનું માન જાળવતી અને તેને સાચવતી થઈ જશે, તે દિવસથી દરરોજ તેને વુમન્સ ડેનો જ અનુભવ થશે. (પેટા) વુમન્સ ડે આવી ગયો. આઠમી માર્ચે મહિલાઓ માટેનો એક વિશેષ દિવસ ઉજવાશે. એક એવો દિવસ જેમાં તમામ સમગ્ર વિશ્વ સ્ત્રીઓને તેમના સ્ત્રીત્વનો કે નારીત્વનો અનુભવ કરાવશે. સ્ત્રીઓ જાતે પણ પોતે સ્ત્રી હોવાનું ગૌરવ અને અભિમાન લઈને