એક નાની બાળકી જેને દુનિયાની કંઈ ખબર પડતી નથી.જેને દુનિયામાં પોતાના મમ્મી સિવાય કોઈ પર ભરોસો નથી.એક ઘેટુ આગળ ચાલે અને ઘેટાનું ટોળુ તેની પાછળ ચાલે છે. તેમ તેનું જીવન ચાલે છે.એ 11 વર્ષની છોકરીની ખામોશી દુનિયાના કોઈ પણ ખામોશ વ્યક્તિને બોલવા મજબુર કરે તેવી છે. દુનિયાની નજરમાં આ ખામોશ છોકરી. પણ તેના મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યો હતો. શા માટે મમ્મી પપ્પા લડ્યા? કેમ મમ્મી એ ઘર છોડ્યું? કેમ પપ્પા પોતાને બોલાવતા ન હતા? આવા અનેક સવાલો તેના નાનકડા મગજ માં આકાર લઈ રહ્યાં હતાં. દરિયામાં સુનામી પહેલા દરિયો બહારથી તો શાંત જ હોય છે પરંતુ તેની અંદર ઘણું