ફરજ

(27)
  • 1.4k
  • 5
  • 586

વાર્તા. ફરજ "પપ્પા ગાડી બદલવી પડશે.ગમે ત્યાં ગમે ત્યારે અટવાઈ જાય છે."દીકરાએ એનાં પપ્પાને ફરિયાદ કરી.પપ્પા એને બોલતો જોઈ રહ્યાં.પણ કશો ઉત્તર ન આપ્યો." પપ્પા, કાલે અધવચ્ચે ગાડી બંધ પડી ગઈ. મિટિંગ હતી.ટેક્ષી કરી દોડવું પડ્યું.નશીબ કે સમયસર પહોંચી ગયો, પપ્પા ."પપ્પાએ હાથમાં રાખેલું વર્તમાન પત્ર બાજુ પર મૂક્યું.દીકરો ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો.વારેઘડીએ તેની નજર રસોડા તરફ ડોકાતી હતી.અચાનક કશું ક પડી જવાનો અવાજ સંભળાયો." મમ્મી શું થયું? કેટલી વાર છે? "અપેક્ષા પ્રમાણે દીકરા ને જવાબ ન મળ્યો.એની મા લંગડાતી લંગડાતી ટિફિન લઈ રસોડામાંથી બહારની રૂમમાં આવી.ટેબલ પર ધીમેથી ટિફિન મૂક્યું, પ્રસન્નતા ભરી નજરે દીકરા ને જોઈ રહી."