અધૂરી ઈચ્છા ( આત્માની પ્રણય કથા )

(49)
  • 3.3k
  • 9
  • 923

અધૂરી ઈચ્છા  ( એક આત્માની પ્રણયકથા)      રજત ,તું અહીં કેમ આવ્યો ?  મેં તને ના પાડી છે ને કે હવે આપણે નહિ મળીએ. મેં તને કેટલી વાર કહ્યું છે કે  હવે આપણે પહેલા જેમ મળતા હતા, વાતો કરતા હતા, એ હવે હવે શક્ય નથી. તું સમજ ને , તું સમજુ  છે પ્લીઝ!  સમજ ને રજત ! અનુએ દિલગીરીથી અને આજુ બાજુ કોઈ જોઈ ન જાય એ રીતે ડરતા ભાવે કહ્યું.   રજત અનુની વાતોને કાન દેતો નહતો.બસ એને તો એક જ ધૂન સવાર થઈ હતી એની અંતિમ ઈચ્છા પૂરી કરવાની . એમ તો એ અનુને લગ્ન કરવા માંગતો હતો