સપના અળવીતરાં ૧૬

(42)
  • 3.2k
  • 3
  • 1.3k

રાગિણી ની પાછળ પાછળ મંદિર મા પહોંચેલા કે. કે. અને આદિત્ય એ રાગિણી ની ચીસ સાંભળી એટલે ચાલવાની ઝડપ વધારીને રાગિણી ની લગોલગ પહોંચી ગયા. ત્યાનુ દ્રશ્ય જોઈને એ બંને પણ હબક ખાઇ ગયા. પ્રતિમાની પાછળ કોઇ વ્યક્તિ અત્યંત ઘાયલ અવસ્થામાં પડેલી હતી. તેનું આખું શરીર ચારણી ની જેમ વિંધાઇ ગયું હતું., લોહી નું ખાબોચિયું ભરાઈ ગયું હતું. બાજુમાં લોહી નીતરતાં તીરોનો ઢગલો પડ્યો હતો, અને હજુ પણ કેટલાક તીર તેના શરીર મા ખૂંચેલા હતા! આદિત્ય તરતજ તેની નજીક ગયો. જોયું તો તેની આંખો બંધ હતી. આદિત્ય એ સાવધાનીથી તેની નાડિ તપાસી. તેના ધબકારા એકદમ મંદ ગતિ એ ચાલતા હતા. કે.કે.