કાલી - 4

(31)
  • 4.6k
  • 1
  • 2.1k

કાલી 4 વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કારમાં બેસી મુંબઈના મરીન ડ્રાઇવ પર સડસડાટ આગળ વધતા કાલીના માનસ પર તેણે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજારેલ બાળપણના દિવસોથી લઈ તેના ખોટા રસ્તા તરફ વળવાના દિવસો યાદ આવે છે. શેટ્ટીના જુગાર અડ્ડેથી પાકો જુગારી બન્યા પછી શાળાકાળથી જ દારુની હેરફેરના ધંધે વળગેલ કાલી બાળપણમાં પી.એસ.આઇ. શાસ્ત્રીની એકમાત્ર દીકરી છાયા માટે કૂણી લાગણી ધરાવે છે. તેનાથી છાયાને દૂર કરવા પી.એસ.આઇ.શાસ્ત્રીએ છાયાને મારેલા થપ્પડનો બદલો લેવા પી.એસ.આઇ. શાસ્ત્રીને દારુ રાખવાના ખોટા આરોપસર પોલીસમાં ધરપકડ કરવે છે, પણ છાયા આગળ બધી સાચી વાત જણાવતા છાયા તેની ધરપકડ કરાવે છે. કાલીની નાની ઊંમર હોવાથી તેને બે વર્ષ માટે