એંજલ ! - 1

(60)
  • 2.3k
  • 11
  • 1.1k

“મારા ખ્યાલ પ્રમાણે તારે હવે કહી દેવું જોઈએ...” પ્રણયએ કોલ્ડડ્રિંકના ઘૂંટ વડે ગળાને ઠંડુ કર્યુ, “અને આમેય, તું ક્યાં સુધી આવી રીતે એને છૂપી રીતે ચાહયા કરીશ...? ક્યાં સુધી તું એને છૂપી રીતે જોયા કરીશ..? ક્યાં સુધી તું ખુદને એમ કહ્યા કરીશ કે કિનાર તારી જ છે..? ક્યાં સુધી...?” પ્રણયની આંખોમાં પ્રશ્નાર્થ ભાવ વર્તાઇ રહ્યો હતો. “પ્રણય સાચું કહે છે...” મનાલીએ પ્રણયની વાતને ટેકો આપ્યો, “આવી બાબતોમાં સમય ન વેડફાય. સમય વહી જાય ને ક્યાક વળી...” પ્રણયની આંખના ઇશારે મનાલી વાક્ય અધૂરું જ રહેવા દીધું. “હં...” એણે હુંકારો ભણ્યો. ને ત્યારબાદ કેન્ટીનના ટેબલ પર કોણી ટેકવી, કશા ઊંડા વિચારમાં ડૂબી