સસરાજીને પત્ર

(44)
  • 3.2k
  • 3
  • 680

ઋજુતાને પરણીને આવ્યે સાત વરસ થવા આવ્યા. પણ હજુ એને એની અને પલાશ વચ્ચે કઈંક ખૂટતું હોય એવું સતત લાગતું. ઘરમાં સાસુ સસરા અને એક પ્યારી દીકરી પીહુ હતી. સાસુ સસરા નો સ્વભાવ પણ સારો હતો. કોઈ ખાસ મનભેદ નહોતો ઘરમાં પણ જાણે પલાશ સાથેનો સંબંધ એને અધુરો જ લાગતો. ભલે એના લવ મેરેજ નહોતા પણ એ પોતે હવે પલાશને પ્રાણથી વધુ પ્રેમ કરવા લાગી હતી અને એટલેજ સામે પ્રેમ ની અપેક્ષા રાખતી હતી. એને પલાશના હાથમાં હાથ નાખીને રિવરફ્રન્ટ પર ચાલવું હતું. કેન્ડલ લાઇટ ડિનર પર જવું હતું. દરિયાકિનારે રેતીમાં એકબીજાના નામ લખવા હતા. એવું નહોતું કે પલાશ ક્યાંય