ચુંબન

(29)
  • 1.8k
  • 1
  • 701

ગામડે આવ્યાનો આનંદ હતો. મમ્મી પપ્પાની સરકારી નોકરીને કારણે મારે ડાભસર ગામમાં મામાના ઘરે રહી પ્રારંભિક શિક્ષણ લેવું પડ્યું હતું.બાળપણમાં જે ધરતી ખુંદી હતી તેને સ્પર્શ કર્યો.બાળપણમાં દિવસના ૩ થી ૪ કલાક જે નહેરમાં ડૂબકી મારી તરવાનો આનંદ લેતો હતો તે માહિ સિંચાઈની કેનાલ પાસે પહોચ્યો.આજે પણ ડૂબકી મારવાનું મન થયું. મિત્ર રવિ સાથે હતો એટલે તેણે પણ કંપની આપવાનું કહ્યું. હજુ શર્ટનું પ્રથમ બટન ખોલું છું ત્યાં સામે કાંઠે ઊંટને પાણી પાતી,કચ્છી કપડામાં એક સ્વરૂપવાન યુવતીને જોઈ.આંખો અને વિચારોને સતેજ કરતા જ મુખમાંથી શબ્દ સરી પડ્યા'જેસલ". હું સ્મૃતિમાં ખોવાયો. પ્રાથમિક શિક્ષણ દરમ્યાન શાળામાં નૃત્ય સ્પર્ધા યોજાઈ.નૃત્યમાં માછીમાર હું ને