પાય લાગણ

(11)
  • 1.5k
  • 1
  • 512

"ઝીલ, કેવો રહી આજની પરીક્ષા??" "સારી રહી." "દાદા, દાદીને પગે લાગી હતી, સવારે??" ઝીલ ઉભી થઈને જતી રહી. આ રોજનું થયું . દરરોજ કૈક બાબતે નીરવ ઝીલને ટોકે તો દસ વર્ષની ઝીલ ઉભી થઈને જતી રહે. રાત્રે નીરવ જમતો હતો પત્ની રાવી પરાઠા શેકતી હતી ત્યાં દાદા અને દીકરીને ટીવી જોવા બાબતે રકઝક થઈ. 'દાદા, મારો ટીવી જોવાનો ટાઈમ છે.' 'પણ મારી મેચ ચાલે છે.' 'તમારે તો દરરોજ મેચ ચાલતી જ હોય છે. મમ્મા એ મને થોડીકવાર જ ટીવી જોવાની હ પડી છે. પ્લીઝ, મને રીમોટ આપોને!' 'ના, આ ઈંનિંગ પુરી થવા દે પછી આપીશ.' ઝીલ ગુસ્સામાં હાથમાંથી રીમોટ ઝુટવે છે ત્યાંતો નીરવ ની ત્રાડ સંભળાય છે. 'ઝીલ,