ઉદય ભાગ 2

(55)
  • 3.3k
  • 7
  • 1.5k

નટુ એ પુછ્યુ " કેટલા વરસ થેઇ ગિયા આ વાતને ?" રામલો બોલ્યો 70-75 વરસ થઇ જ્યો આ વાતન અમાર મફાકાકાના જનમ પેલોની વાત સ . તાણથી આ જગ્યા અવાવરુ પડી તી . ખેતર જોણ વોઝીયું થઇ જ્યુ હોય ઇમ કોય નતુ ઉગતુ પાછલા બે વરસથીય ઘાસનુ તણખલુય ઉગ્યુ નહિ .કાકા કેક આ વરસે બોર મારીન જોઇયે નઇ તો પડ્યુ મેલીશુ આ શેતર. મોડે સુધી વાતચીત કરીને રામલો અને નટુ ખેતરમાં ખાટલો પાથરીને સૂઇ ગયા. રાત્રે મંદમંદ હવાની લહેરખીથી નટુને એવી નીંદર આવી કે તેનો જાણે વર્ષોનો થાક ઉતરી ગયો. વર્ષોથી નડતો અનિન્દ્રાનો રોગ જાણે એક દિવસમાં દૂર થઇ ગયો.