એક સાંજ પોતાની સાથે

(15)
  • 2.2k
  • 2
  • 783

દરરોજ જેવી જ એ સાંજ હતી. ઓફિસનું કામ જલ્દી જલ્દીમાં પતાવી ઘરે જવા નીકળી પણ ખબર નહી આજે બધાને મારા ઘરે જવાથી કોઈ સમસ્યા હોય એમ લાગે છે. કેટલુ કામ બાકી છે ઘરે પણ અને ઓફિસમાં પણ. માંડ માંડ બસ સ્ટેન્ડ સુધી પહોચી તો ખબર પડી કે બસ ૫ મિનિટ પહેલા જ નીકળી ગઇ. હવે કલાક રાહ જોવી પડશે બસ માટે. કંટાળી ગઈ છુ આ રોજની એક જેવી જ જિંદગીથી. સવારમાં ઉઠીને ઘરનું કામ પતાવો અને પછી ઓફિસ. ઓફિસમાં પણ એનું એજ, કઈં અલગ નહી. કામ, કામ ને કામ. મારા જીવનમાં કામ જ બધું હતું, અરે આ બધી વાતોમાં હું