ડાર્લિંગ અને ડિયર

(15.8k)
  • 4.2k
  • 4
  • 1k

      એણે એની પત્નીને ખૂબ જ લાડથી ઉછેરી હતી.એણે લગ્નનાં આઠ વર્ષમાં ક્યારેય એની પત્ની પર પથ્થરમારો કર્યો નહોતો.એની પત્ની ઘણીવાર પથ્થર બનીને તેના પર તૂટી પડતી,તો પણ તે પથ્થરનો જવાબ પોટાશથી આપવાને બદલે પુષ્પથી જ આપતો. કોણ જાણે પણ કેમ એને આજ્ઞાંકિત પતિ બનવામાં બેહદ મજા આવતી.એ પત્નીની એક એક વાત અને એક એક આજ્ઞા પૂરી કરવા અલાદ્દીનના જીનની જેમ હંમેશાં હાજર જ રહેતો. એ આખો દિવસ ભારોટ જેવા અજગરની જેમ એની પત્નીને વીંટળાઈને વિસ્તરતો રહેતો,એ વાત એના દોસ્તોને કણાની જેમ ખૂંચતી.એના દોસ્તો એને ઘણીવાર સલાહના ઘટાટોપ જંગલમાં લખોટીની જેમ દેડવી દેતા,   "તું જડભરત છો,આટલા લાડથી પત્નીને