સપના અળવીતરાં - ૨૪

(46)
  • 2.9k
  • 16
  • 1.1k

કાંટો સે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાજે પાયલ...ધીરા અવાજે ગણગણતા રાગિણી ફટાફટ ઓફિસનુ કામ પતાવી રહી હતી. ફરી તેણે કાંડાઘડિયાળમા જોયું. સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. સવારે નવ વાગ્યે કે. કે. ક્રિએશન્સ માં થી મિ. મનન નો કોલ આવ્યો હતો. રાગિણી ને જાણ કરવા માટે કે ઓનર ઓફ કે. કે. ક્રિએશન્સ, મિ. કે. કે. સાથે તેની મિટિંગ ફિક્સ થઈ છે, હોસ્પિટલ મા... શાર્પ એટ 4:00 pm. બસ, આટલી જ વાત અને કોલ કટ થઈ ગયો. મિટિંગ ના એજન્ડા બાબત કોઈ જ માહિતી નહોતી. પહેલા તો રાગિણી કન્ફ્યુઝ થઈ ગઈ આ રીતે અણધારી મિટિંગ ગોઠવવા માટે! પણ પછી