ચારુલતા એ રીક્ષા માંથી ઉતરી રામપુર ગામ માં આવેલા પોતાના જુના ઘર નો જાંપો ઉઘાડયો...કડડડડ કરતા જાંપો ઉઘડયો અને જાંપા ની સાથે ચારુલતા ના દિલના કોઈ ખુણા માં પુરી રાખેલી યાદોનું પોટલું પણ ખુલી ગયું.ચારુ ઘર ની બહાર આવેલા વરંડા માં પ્રવેશી. કઈ કેટલાય સંસ્મરણો એના માનસપટ પર તાજા થઈ ગયા. ચારુલતા અને અપૂર્વ નું બાળપણ બસ આ જ વરંડામાં રમતા રમતા પસાર થયું હતું.ચારુ મુખ્ય દરવાજા પાસે આવી ઉભી રહી.દરવાજા પર લટકતા તાળા ની ચાવી પર્સ માંથી શોધી એને તાળું ખોલ્યું.વર્ષો થી બંધ ઘર ના તાળા ને સ્વાભાવિકપણે જ કાટ લાગી જાય એટલે તાળું ઉઘડતા થોડી વાર