ઇતિહાસ બની ગયેલી ભારતની સેવા નિવૃત્ત સબમરીન્સ વિશે જાણવા જેવું : ભાગ - ૧

(16)
  • 12.9k
  • 1
  • 2.7k

કોઈ પણ દેશના નૌકાદળનું સૌથી અગત્યનું કોઈ પાસું હોય તો એ સબમરીન છે. દિવસનો અજવાસ હોય કે રાત્રિનો અંધકાર, શિયાળાની કડકડતી ઠંડી હોય કે તાપ ઓકતો ઊનાળો હોય, ગમે તેટલું વિકટ વાતાવરણ હોય, સબમરીનને લગીરે નડતું નથી. ગુમનામ અને છૂપા સાયાની જેમ એ દુશ્મન સુધી લપાતી છૂપાતી પહોંચે અને દુશ્મનને એની ગંધ આવતાં સુધીમાં તો કામ પૂરું ! સબમરીનના વછૂટેલા ‘ટોરપીડો’એ દુશ્મનના દાંત ખાટા કરી નાંખ્યા હોય. નૌકાદળનાં તમામ શસ્ત્રોના મુકાબલે કદાચ એટલે જ સબમરીનનું સ્થાન ઊંચેરું છે. આજે આપણે ભારતની કેટલીક સબમરીનો વિશે ગોષ્ઠી માંડીશું કે જે અત્યારે ઈતિહાસ બની ચૂકી છે. તેઓ સેવાનિવૃત્ત થઈ ચૂકી છે અથવા નિષ્ક્રિય