મિત્રતાનું મૌન

(25)
  • 2k
  • 1
  • 646

"શું કરું....કઈ જ સમજાતું નથી. આજે તું અહી હોત તો કેવું સારું હોત. તું આવી જા ને અહી પ્લીઝ...ઘણું બધું કહેવાનું છે." ચાંદની ફોન પર શિખાને કહી રહી હતી. " અરે હું તો અહી જ છું. ગઈ તો તું હતી." કહીને શિખાએ હાસ્ય વેર્યું. "બોલને શું થયું...". " ના..આમ ફોન પર મજા નથી આવતી. તારે તો બસ કોઈ પણ વાત હોય ટૂંકમાં જ પતાવવી હોય છે. અમુક વાતો રૂબરૂમાં કરવામાં જે મજા છે ને...ખેર તારા જેવા મશીન હ્યુમનને નહિ સમજાય. ને ન તો તું ટાઈમ કાઢીને આવીશ નહિ એ મને ખબર છે. એટલે કહી જ દઉં છું. છોકરો જોયો છે