એન્ડ્રોઇડ સિસ્ટમ વિશે જાણવા જેવું

(32)
  • 9.6k
  • 12
  • 2.6k

શું તમે જાણો છો તમારો સ્માર્ટફોન કયા એન્ડ્રોઇડ વર્ઝન પર કાર્ય કરે છે? જો હા, તો તમે સ્માર્ટફોન ના સ્માર્ટ ઉપયોગ કરતા છો અને જો તમને નથી ખબર તો ચિંતા ના કરતા આજે 'ટેક્નો- નોલેજ'માં તમે એન્ડ્રોઇડ ની યશગાથા નિહાળવા જઈ રહ્યા છો. અત્યારે દરેક વ્યક્તિ પછી એ કોઈ ગૃહસ્થ આશ્રમ વાળા હોય કે પછી મોટી ઉંમર ના હોય અથવા તો મારા અને તમારા જેવા ટણપા ટણપી હોય દરેક ના હાથ માં એન્ડ્રોઇડ મોબાઇલ જોવા મળશે. અને વળી આ મોબાઇલને કહેશે સ્માર્ટફોન. અહીં એ જાણવાનું છે કે આપણા મોબાઇલ સ્માર્ટ નથી થયા પરંતુ તેની અંદર રહેલો એન્ડ્રોઇડ સ્માર્ટ થતો જાય છે.