દરિયાઈ વાર્તા - ભાઈબંધી

(12)
  • 3.4k
  • 2
  • 755

દૂર ઘૂઘવતા મહાસાગરમાં સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. લાલ ચટાકેદાર રંગે રંગાયેલ સૂર્ય હમણાં સમુદ્રમાં ગળકાવ થઈ જશે એવું લાગતું હતું. સમગ્ર આકાશમાં ફેલાયેલી લાલીમાને લીધે દરિયો રક્તવર્ણો લાગી રહ્યો હતો. મીઠા, ઠંડા પવનને લીધે દલપતનું વહાણ ઊછળતું કૂદતું આગળ વધી રહ્યું. રોજ કરતા આજે પવન થોડો ઓછો હોય તેમ લાગ્યું એટલે દલપતને ચિંતા ઓછી હતી. તે મોરા આગળ બેસી સૂર્યાસ્તના આ અલૌકિક દૃશ્યને માણી રહ્યો. આમતો, દલપત પોતાના વહાણનું સુકાન બીજા કોઈને ક્યારેય ન સોપે. ગમે તેવા ભયંકર, તોફાની વાતાવરણમાં પણ તે વહાણનું સુકાન બાહોશ લીડરની અદાથી સંભાળી લેતો. તેના વહાલા વહાણનું નામ ‘સમુદ્રમંથન.’ એટલે ક્યારેક હળવા મજાકમાં તે લોકોને