તને ખબર છે...

(21)
  • 1.5k
  • 3
  • 446

વાર્તા તને ખબર છે.. તે ઝબક્યો.તેનાં ચહેરાં પર વરસાદનાં છાંટાઓ પડી રહ્યાં છે એવો અહેસાસ તેને થયો.તેનાં પાંપણો ખૂલે એ પહેલાં કાનમાં ટહુકા ગુંજવા લાગ્યાં.આંખ સામે ઊભી હતી રમતિયાળ નયનો લઈને શ્રધ્ધા.તેનાં ચહેરાં પર ખીલેલાં ગુલાબનું સ્મિત લહેરાતું હતું.તે શ્રધ્ધાને જોયાં કરતો હતો.આ જોઈ તે બોલી, “ હવે ઊઠો,ઊઠો.ઓફિસે જવાનું મોડું થશે.ઓલરેડી તમે લેટ છો..” કહી તે શયનખંડમાંથી બહાર નીકળી ગઈ.નરેશે ઘડિયાળમાં જોયું.ખરેખર તે અડધો કલાક મોડો હતો રોજિંદા કાર્યક્રમ મુજબ. તૈયાર થઈ તે બહાર આવ્યો.ઘરનું વાતાવરણ આજે વિશેષ હતું.તેની પત્નીએ ડ્રેસને બદલે ગુજરાતી સ્ટાઈલમાં સાડલો પહેર્યો હતો,જે નરેશને ગમતો હતો.અંબોડે વેણી શોભી રહી હતી.નખ નેઈલ પોલીશથી ચમકી રહ્યાં