રમત - 3

(24)
  • 2.6k
  • 2
  • 798

“અનિકેતનો એક એક શબ્દ કે. ડી. મહેતા માટે ચોંકાવનારો હતો. એની વાતમાં વિશ્વાસ મુકવો કે નહી એ પણ એક સવાલ ઉભો કરતું હતું. સપનામાં જે દેખાય એ સાચું થાય એ સાંભળ્યું છે. પણ એ સપનાનો વિડીયો બને, એ પહેલી વાર સાંભળ્ય઼ું. કાં તો આ છોકરો અમને મુરખ બનાવી રહ્યો છે કાં તો પછી એની સાથે કોઇ ગંદી રમત રમી રહ્યુ છે. જે પણ હોય, પણ હવે, જ્યાં સુધી આ બધી ગુંચવણમાંથી અસલીયતને બહાર નહી લાવું ત્યાં સુધી મનેય ચેન નહી પડે” મહેતા સાહેબ મનોમન વિચારવા લાગ્યા. મહેતા સાહેબે પેન ડ્રાઈવ લઇને કોન્સ્ટેબલ દેસાઇને ઇશારો કર્યો “આ પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં લગાવો,