મૃગજળ...

(12)
  • 5.7k
  • 3
  • 1.1k

કૃપા કરીને ધ્યાન આપો............ અમદાવાદથી વડોદરા તરફ જતી સવારી ગાડી 59550 કે જેનો નિર્ધારિત સમય 3:10 છે ..તે તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ચાલી રહી છે. આપને થયેલ તકલીફ બદલ અમને ખેદ છે જાહેરાત સાંભળતા જ અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોતો મૃગેશ બેઠેલા બાંકડાના હેન્ડલ પર ક્રોધભરી થાપટ મારી અને તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા .. “ઓહ ..નો ...!” કપાળ પર હાથ રાખી,માથું ખંજવાળતા,રિફ્રેશ થવાના ઈરાદા સાથે તે ચાની લારી પર પહોચ્યો .ચાની લારી પાસેના બાંકડા પર બેસી પગ લાંબા કરી પોતાનું પ્રભુત્વ જમાવવાના ઇરાદાથી આંગળીથી ઈશારો કરી ,એક હાથથી પોતાના રિબનના ગોગલ્સ કાઢી કહ્યું : “હૈ