ઢીંગલી

(53)
  • 7.5k
  • 11
  • 1.7k

“૨૦ સપ્ટેમ્બર ૨૦૫૦...” સુકેતુ હાથમાં ચાનો કપ પકળીને છાપામાં લખેલ તારીખને તાકી રહ્યો હતો. તેના પિતાજીએ સુકેતુને વિચારમગ્ન અવસ્થામાં જોઇને કહ્યું, “શું વિચારે છે, સુકેતુ?” સુકેતુ પોતાના વિચારોમાં ખોવાયેલો હોવાથી પિતાજીને સાંભળી શક્યો નહિ. પિતાજીએ થોડા ઉચા અવાજે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું, ત્યારે સુકેતુ પોતાની વિચાર-તંદ્રામાંથી જાગ્યો, “કઈ નહિ પપ્પા, આજે ૨૦ તારીખતો થઇ, હમણાં ત્રણ દિવસ પછી આર્ષવીનો જન્મદિવસ આવશે, કંઈકતો કરવુંજ પળશેને?” આવું કહેતા સુકેતુના ચહેરા ઉપર અને અવાજમાં કંટાળો સ્પષ્ટ વર્તાતો હતો. તેની આ વાત સાથે પિતાજીએ ન તો કોઈ દલીલ કરી, ન તો કોઈ સલાહ આપી કે ન તો કોઈ સુજાવ આપ્યો, તેઓ જાણતા હતા કે માત્ર ૮-૯ માસ