સપના અળવીતરાં - ૩૦

(44)
  • 2.9k
  • 4
  • 1.2k

"રાગિણી ની આ હાલત? "આદિત્ય ના પ્રશ્ન નો જવાબ શું આપવો તે કેયૂર ને સમજાયું નહીં. થોડી વાર તો તે એમજ આદિત્ય સામે તાકી રહ્યો અને પછી સૂચક નજરે પોતાના ડ્રાઇવર કમ બોડીગાર્ડ - રાઘવ તરફ જોઇ હાથ લંબાવ્યો. રાઘવે એમાં મોબાઇલ મૂકી દીધો. કેયૂરે એમા વિડિયો ચાલુ કરી આદિત્ય ને એ મોબાઇલ આપ્યો. રાત ના અંધારામાં ફુલ ઝુમ કરીને લેવાયેલો વિડિયો થોડોક અસ્પષ્ટ હતો, છતાં બધાના ચહેરા ઓળખી શકાતા હતા. આદિત્ય એ જોયુ કે કઇ રીતે રાગિણી એ હિંમત બતાવી ને પાંચ ટપોરીઓનો સામનો કર્યો અને ત્યાથી છટકી ને ભાગી, પરંતુ હોકી સ્ટિક નો માર વાગતા બેલેન્સ ખોઇને પડી ગઈ.