પ્રતિક્ષાનો અંત​

(31)
  • 2.4k
  • 3
  • 974

આજે દિવાળી છે અને દર વરસની જેમ આજે પણ દિવ્યા દિપકની રાહ જોતી હતી. ખબર નહી હજી કેટલા વરસ રાહ જોવી પડશે એણે એ પોતે નહોતી જાણતી છતાં રાહ જોતી હતી. એના માતાપિતાએ એણે ઘણી સમજાવી પણ એ કોઈનું માને તો ને, બાળપણથી જ બહું જીદ્દી છે એ. જ્યારે પણ એ જીદે ચડતી ત્યારે પુરી કરીને જ રહેતી. એણી આ જીદ પણ કંઈક એવી જ હતી, આ બાબતે એ કોઈનું પણ સાંભળાવા તૈયાર નહોતી. એને પોતે પણ ખબર હતી કે કદાચ એણી પ્રતિક્ષા ક્યારેય પૂરી નહી થાય પણ એ આ જીદ છોડી શકે એમ નહોતી અને છોડી દે તો એ