મારુ ગામ

(12)
  • 51.2k
  • 4
  • 15.7k

દરેક ને પોતાનું વતન, પોતાનું ગામડું ખુબ જ વ્હાલું હોય છે. પોતાના સપનાઓ પુરા કરવા એ છોડી ને શહેરમાં, બીજા રાજ્યમાં કે પછી વિદેશમાં ગયા હોય છતાં પોતાનું વતન ગામડું હંમેશા યાદ આવતું હોય છે. બાળપણના અમૂલ્ય દિવસો જ્યાં વિતાવ્યા હોય એ દરેક યાદ પોતાની સાથે હંમેશા રહેતી હોય છે. બાળપણના મિત્રો, ગામની શેરીઓ, મોટા ચોક, શાળાઓ, મંદિરો, રમતના મેદાનો, ગામની નાની નાની દુકાનો, વડીલો, ભવાઈઓ, નવરાત્રી ની માંડવીઓ, ગામનો ઝાંપો (પાદર, બસ સ્ટેન્ડ) આપણાં મનમાં ખુબજ નાજુકાઈ થી કોતરાઈ ગયેલ હોય છે. એ અવિસ્મરણીય હોય છે. જીવનની ભાગદોડમાં તમે જયારે કંટાળી જાઓ છો ત્યારે એ યાદો તમારા ચહેરા પર