ડેસ્ક નંબર-૨.. - પ્રકરણ - ૨

(28)
  • 2.8k
  • 6
  • 1.1k

રાતના અંધારામાં એ પહાડો પર આટલી ઠંડીમાં પરસેવા થી રેબઝેબ હું ક્યાંય સુધી એમ જ હું ઊભો રહ્યો. એક આગ લાગી હતી જાણે આખા શરીરમાં, ગુસ્સો હતો, દુઃખ હતું , કંઈ જ સાનભાન મને નહતું. જ્યારે ઘરે મેં અને કિંજલે અમારા પ્રેમ વિશે કીધું ત્યારે કિંજલ ના પેરેન્ટ્સ પહેલા થોડા ખચકાયા, પણ તેઓ મને ઓળખતા હતા કે વિશ્વેશ અને કિંજલ જોડે એક જ ગ્રુપમાં છે અને તે ઘણો સારો છોકરો છે. પણ મારા ઘરે મારા મમ્મી-પપ્પા બન્ને નો વિરોધ હતો કેમકે કિંજલની કાસ્ટ અમારાથી અલગ હતી. બહુ દલીલના અંતે મારા પપ્પા એ કીધું કે, "તું ચિંતા ના કરીશ, આખી કાસ્ટને