વીર વત્સલા - 11

(65)
  • 3.2k
  • 12
  • 1.8k

ગેમલને માટે આ અનુભવ પહેલીવારનો હતો. એણે સીટી વગાડી, દસેક બહારવટિયા આજુબાજુથી પ્રગટ્યા. સહુ એમના સરદારની આગળ કવચ બની ઊભા રહી ગયા. અને એક સાથે દસ બેનાળી વીરસિંહની સામે તકાઈ ગઈ. સંખ્યાને પહોંચી વળાય એમ નહોતું એટલે વીરસિંહે ગેમલના અહંકારને લલકારવાનું નક્કી કર્યું. “આમ શિયાળવાની જેમ ગોઠિયાઓની પાછળ છુપાઈ કાં જાય છે! બહાદુર હોય તો સામે આવ!”