જિજીવિષા

(22)
  • 3k
  • 2
  • 804

બસ હવે થોડે જ દૂર્.. આ ટેકરીની ટોચ પરથી નીચે કૂદુ એટલે આ જિન્દગીનો અંત .. આ એકાકી જીવનનો અંત.. અને... અને આ જીવલેણ રોગ એઈડ્સથી પીડાતા આ શરીરનો અંત.. સપના આમ વિચારતી વિચારતી ટેકરી પર ચડી રહી હતી. તેની નજર સમક્ષ એ અકસ્માત આવી ગયો જ્યારે તે એના માતા-પિતા સાથે વર્લ્ડટૂર પર જવા ટ્રેનમાં મુંબઈ તરફ જઈ રહી હતી અને ટ્રેનનો ભયંકર અકસ્માત થયો હતો. જેમાં તેણે માતા-પિતા તો ગુમાવી જ દીધા હતાં પણ લોહીની તાતી જરૂરિયાતને કારણે ડોક્ટરોએ લોહી તપાસ્યા વિના દર્દીઓની ચડાવતા પોતે આ રોગનો ભોગ બની હતી. અકસ્માતની ગંભીરતા તો એને સાજા થયા પછી અખબારોના ફોટા