શ્રીનિધિ

(21k)
  • 3.1k
  • 3
  • 1.1k

સવારથી જ ઘરમાં દોડાદોડ હતી. બેડરૂમમાં નવી ચાદરો ને બારીને નવા પડદા લગાવી દેવામાં આવ્યા હતાં. નવા નવા આર્ટિફેક્ટ ઘરનાં ખાલી ખૂણે મૂકી દેવામાં આવ્યા હતાં. નાનકડું બે રૂમ રસોડાનું ઘર જાણે વગર દીવાળીએ દીપી ઉઠ્યું હતું. બધી જ વસ્તુ એની યોગ્ય જગ્યાએ ગોઠવી દેવામાં આવી હતી. પરણીને આવ્યાં ત્યારથી જ બીનાબહેન ની ઘરને વ્યવસ્થિત રાખવાની કળા પર સાસુમાં ઓવારી ગયાં હતાં. એમાં ય આજે તો ઘરમાં જમાવટ જ કંઈક જુદી હતી. ને કેમ ન હોય. આજે ઘરનાં અજવાળા સમી એમની દીકરી શ્રીનિધિ ને જોવા મહેમાન આવવાનાં હતાં.