અંગારપથ - ૧૦

(273)
  • 9.6k
  • 10
  • 6.3k

અંગારપથ ભાગ-૧૦ “ ગોલ્ડન બાર “ આ નામ ક્યાંય સુધી અભીમન્યુનાં જહેનમાં પડઘાતું રહ્યું. ગોવાની સડક પર તેની બાઇક રમરમાટી કરતી ભાગતી હતી. બાઇકની રફતાર સાથે તેનાં વિચારો પણ વેગથી વહેતાં હતાં. હમણાં જ, હજું થોડાં કલાકો પહેલાં તે એક ખૂની હોળી ખેલીને આવ્યો હતો. હોસ્પિટલમાં બે ગુંડાઓને તેણે ઢેર કરી દીધાં હતાં. ખરેખર તો એ મામલામાં તેની ઇન્કવાયરી થવી જોઇતી હતી પરંતુ લોબોનાં કારણે સવાર સુધી તેને એ તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. સવારે તેને લોકલ પોલીસ ચોકીમાં હાજર થઇને પોતાની જૂબાની લખાવવાની હતી. એક રીતે ગણો તો તેણે હોસ્પિટલમાં થયેલાં હુમલામાં ગોવા પોલીસની લાજ બચાવી હતી. જો