ખામોશી

(11)
  • 2.1k
  • 3
  • 886

તેને તો મારા માટે સમયજ કયા છે,બસ સવારે ધોયેલા,ઇસ્ત્રી ટાઇટ કરેલા કપડા પહેરીને,ગરમા ગરમ નાસ્તો કરીને સ્વાદિષ્ટ લંચબોક્સ લઇને પોતાના કામ પર જતુ રહેવાનુ.ભુલથી પણ સમયસર ધરે નહી આવવાનુ,સમયસર કામ પરથી છુટી જાય તો ચાની કિટલી પર સહકમઁચારી સાથે ચા ની સાથે સીગારેટના ધુમાડા કાઢી સમય વેડફવાનો.મોડા આવી ,ફટાફટ ફ્રેશ થઇ,જમીને બેડ પર આડા પડી જવાનુ.આરવને હોમવકઁ કરાવીને,તેને સુવડાવીને બેડ રૂમમા જાવ અને જોવ તો,તેના નસકોરા ગાઢ નીંદરનો ઉમદા નાદ કરતા હોય.તેના આ નસકોરાનો અવાજ મારા કાન પર પડતાજ,મારી જીભ પર જીવંત થયેલી મારા દિલની ભાવનાઓની શ્રધ્ધાંજલી થઇ જાય અને મારી આંખો પણ મારા દિલની