અડધી મા

(40)
  • 2.3k
  • 3
  • 926

“જો રીમાબેટા, નસીબદાર હોય તેને માતૃત્વ પ્રાપ્ત થાય છે ને તું એને દૂર કરવાની વાત કરે છે ?” “મમ્મી હજુ મારે બંગલો બનાવવાનો છે. કાર લેવાની છે. ત્યાં સુધી તો નોકરી કરવી જ પડશે અને બાળકનો જન્મ એટલે ચોવીસ કલાકની જવાબદારી. મારે નોકરી છોડવી જ પડે.” “સંતોષ માન બેટા. આ ફ્લેટ કંઈ નાનો તો છે નહીં. ને મેહુલકુમાર ક્યાં ઓછું કમાય છે ? આવી જશે એક બે વર્ષમાં ગાડી. એને માટે ગર્ભપાત કરાવવાની શું જરુર છે ? તારી સાસુ હોત તો મારે બોલવા જેવું જ ન હોત એ તને આમ કરવા જ દેત.” “પણ મમ્મી..” “જો દીકરા તારું સંતાન છે.