સર્વપલ્લી રાધાકૃષ્ણન્

(13)
  • 4.6k
  • 1
  • 1.2k

    એક શિક્ષકમાંથી ભારતનાં રાષ્ટ્રપતિ પદ સુધીની સફર કરનાર મહાન તત્ત્વચિંતક રાધાકૃષ્ણનની યાદમાં ભારતમાં દર વર્ષે 5 મી સપ્ટેમ્બર "શિક્ષક દિન" તરીકે ઉજવાય છે. સંસ્કૃત અને દર્શનશાસ્ત્રનાં પ્રખર વિદ્વાન હોવા છતાં સરળ અને નિખાલસ તેમનું વ્યક્તિત્વ સૌને મન આકર્ષણનું કેન્દ્ર હતું.       5 સપ્ટેમ્બર 1888 નાં રોજ મદ્રાસનાં તિરૂતનની ગામમાં મધ્યમ વર્ગમાં જન્મેલા રાધાકૃષ્ણન્ નું જીવન સૌનાં માટે પ્રેરણાદાયી છે. ઈ. સ.1909માં એમ.એ. (દર્શનશાસ્ત્ર) સાથે પાસ થયા. સ્વામી વિવેકાનંદનાં ભાષણોની પ્રેરણાથી તેઓએ ઈ.સ. 1910 માં 'વેદાંત નીતિશાસ્ત્ર' પર મહાનિબંધ લખી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ઈ.સ. 1911 માં તેઓએ "મનોવિજ્ઞાનનાં મૂળતત્વો"નામનું પુસ્તક પ્રસિધ્ધ કરી દર્શન શાસ્ત્રનાં અધ્યાપક બન્યા. ઈ.સ.1920માં