દીકરી

(34)
  • 2.2k
  • 3
  • 668

આ વિકેન્ડ કિડ્સને લઈ મુવી જોવા ગયા, મુવી ટિકિટ સાથે બાય ડીફૉલ્ટ પોપકોર્ન અને ડ્રિન્ક તો હોય જ . બધાનાં હાથમાં સ્નેક્સ આવતા અમે થીએટર હોલ તરફ વળ્યાં . ત્યાં જાણે મને બોલાવવા મારુ જેકેટ કોઈ ધીમે ધીમે ખેચતું હતું   આટલા કોલાહલમાં મોટી પોપકોર્ન બકેટ નીચે કોણ મારુ જેકેટ ખેંચતું હશે એ જોવા રીતસર પ્રયત્ન કરવો પડ્યો. નીચે  જોયું તો મારી દીકરી લુલુ મને કઈ કહેવા માંગતી હતી . મને લાગ્યું કે એને  બીજો કોઈક સ્નેક જોઈતો હશે. ત્યાં અવાજ એટલો હતો કે મારી સોફ્ટ સ્પોકન કોયલને સાંભળવા હું છેક ફ્લોર પર બેઠી.અને પૂછ્યું : હવે બોલ . મારા કાન ઓર્ડર લેવા