ખાલી ગંજુ

(35)
  • 1.4k
  • 4
  • 527

હું મારી બાઇક લઇને નીકળ્યો. રોડ પર એક ગામડાનો માણસ ઊભો. હતો વધી ગયેલા અને અડધો અડધ સફેદ વાળ, જે ઉંમર કરતા ઉપાધિના વધારે લાગતા હતા. થોડા દિવસની ચડી ગયેલી દાઢી હતી .ચોળાઈ ગયેલા કપડા પહેર્યા હતા. હાથમાં મેલી થઈ ગયેલી થેલીમાં ટિફિન હતું.હું જે તરફ જતો હતો તે તરફ જ તેને જવું હતું. એવું મને લાગ્યું તેને લિફ્ટ જોતી હતી પણ આવા માણસોએ કોઈ પાસે ક્યારેય કહી માગ્યું ના હોય એટલે તેમને સંકોચ થતો હોય, તેની નજરથી મને આ વાત સમજાઈ ગઈ. મેં મારી બાઈક ઉભી રાખી ને કહ્યું, "કઈ બાજુ જવું છે ભાઈ?" તે થોથવાતા