ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 21

(13)
  • 3k
  • 7
  • 744

“એટલેકે તેઓ આવી પહોંચ્યા છે!” યુવાન ખલાસીએ ફરીથી કહ્યું, અને તમામ લોકો તે સમજી ગયા. કોઈને પણ શંકા ન હતી કે પેલી ઉલ્કા એ ગન ક્લબનો ગોળો જ હતો. પરંતુ અંદર રહેલા મુસાફરો વિષે મતમતાંતર જરૂર હતા. “તેઓ મૃત્યુ પામ્યા છે!” એક વ્યક્તિએ કહ્યું. “તેઓ જીવતા છે!” બીજાએ કહ્યું, “ખાડો ખુબ ઊંડો છે અને તેનો ધક્કો જબરદસ્ત હતો.” “પરંતુ તેમને હવા તો જોઈએને?” ત્રીજાએ ચાલુ રાખ્યું “તેઓ ગૂંગળાઈને જરૂર મૃત્યુ પામ્યા પશે.” “સળગી ગયા હશે!” ચોથાએ જવાબ આપ્યો, “ગોળો જ્યારે વાતાવરણમાં પ્રવેશ્યો ત્યારથી અત્યારસુધી સળગતો હતો.”