પસ્તાવાનાં આંસું

(30)
  • 1.6k
  • 2
  • 554

" પસ્તાવાનાં આંસું "મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટમાં એ મારી બાજુમાં બેઠી હતી એ, નમણી અને કામણગારી બ્રાઉનરંગની આંખો, અને એ આંખોમાંથી ઉભરાઈ જતું કાળું કાજળ, આઈપેન્સિલથી ચિતરાયેલી તલવારની ધાર માફકની આઈબ્રો, મોટું કપાળ, ચહેરો લંબગોળ, ગળામાં નાનું અમસ્તું સોનાનું ડોકિયું, કાળા ડિબાંગ ગળા સુધીનાં વાળ, આખા શરીરે નજર કરી તો સફેદ રંગનું શર્ટ અને બ્લુ જીન્સ માં જાણે કોઈ કંપનીની સેક્રેટરી લાગી રહી હતી. મને પણ છોકરી પ્રત્યે થોડું આકર્ષણ થયું. એક વખત બંન્નેની નજર એક થઈ ગઈ, એણે એક હળવું સ્મિત આપ્યું, ગુલાબી હોઠો વચ્ચે જાણે મોતીનાં દાણાં ગોઠવ્યા હોય એમ દુધની સફેદી પણ ઝાંખી કરી નાંખે એવા દાંત.